ઉજાણી.
ઉજાણી.


પાણીની વચ્ચે થઇ ગઇ ઉજાણી,
પૂરી આ પરપોટાની કહાણી.
થોડી રમ્યા જે શ્વાસોની રમતો,
આ છે ગણો તો મૂડી કમાણી.
અમથા હવાથી ફૂલી ભરાયા,
અંતે ફરીથી પાણીના પાણી.
આ વીજળી વાદળના કડાકા,
સાગર-મતા સાગરમાં સમાણી.
પાણી-હવાના સંજોગ યોગી,
ઘોઘાનો વરને લંકાની રાણી.
આકાશ ઊંચું ખાલી તમાશા,
અંતરમાં ઝાંખું આનંદ લ્હાણી.
આથી વધારે વધતી લવારી,
ઠાલી ઠગારી માયા પ્રમાણી.