બેઠા
બેઠા
1 min
278
સાવ કોરા બેઠા,
વાવ તળિયે બેઠા !
કાળમીંઢાં આગળ,
રાવ નાંખી બેઠા !
દૂર છે કિનારો,
નાવ કાંણી બેઠા!
એ રમત રમતા જે,
દાવ જાણી બેઠા !
જે મળે તે માણો,
લ્હાવ લેવા બેઠા !
સાવ કોરા બેઠા,
વાવ તળિયે બેઠા !