નકામી વાત જેમ
નકામી વાત જેમ
1 min
170
એમને લાગ્યા નકામી વાત જેમ,
ખેરવી દીધા બીડીની રાખ જેમ.
જીવતરનું રાન ના વેરાન છે,
દર્દ ઊગી નીકળ્યા છે ઝાડ જેમ.
કેટલી અઘરી અદાકારી મળી,
રોજ બદલાવાનું તિથિ-વાર જેમ.
પીડશે જે ઘાવ જન્મારા લગી,
માની લીધા દૈવ દીધી લાત જેમ.
છે પહાડો આ બરફના, શું થશે !
છોડને તપવું ચૂલાના તાપ જેમ.
