STORYMIRROR

Vasudev Barot

Classics

3  

Vasudev Barot

Classics

આ ઘટના

આ ઘટના

1 min
545

નજરમાં આવતાં દૃશ્યોની અંદરની જ આ ઘટના,

હંમેશાં અવગણાયેલા કલંદરની જ આ ઘટના.


મહેચ્છાઓ પતનના કારણોનું એક કારણ છે,

અધૂરી વારતામાંના સિકંદરની જ આ ઘટના.


સદીઓ ગુજરી ગઇ માણસાઈ ફાવતાં તો પણ,

છુપાયેલા ખૂણે કોઈક બંદરની જ આ ઘટના.


સમાવી લે મીઠાં પાણી બધાં પોતે સરળતાથી,

ન બદલે ક્ષારતા એવા સમંદરની જ આ ઘટના.


મુસાફર છે સફરના ને અધિકારો જતાવે છે-

ઘણા માર્ગ ઉપર, ના પાંચ પંદરની જ આ ઘટના.

                          



ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍

Similar gujarati poem from Classics