STORYMIRROR

Vasudev Barot

Drama

4  

Vasudev Barot

Drama

મને ખબર છે

મને ખબર છે

1 min
257

મુખરતા તણી મહોલાતો વાંછતો નથી

પડી જાય પળવારમાં એ ઇચ્છતો નથી.


ફિતરત રહી તારી શ્વાસોમાં ભળી જવું ભરોસાનાં જે છે મકાનોને છતો નથી.


ઘણા પ્રશ્ન છે જે જવાબો માંગતા નથી

ભલે એ રહેતા અનુત્તર, પૂછતો નથી.


સનાતન નથી કાંઈ જાણું છું છતાં હવે

લખાઈ ગયા જે લખાણો લૂછતો નથી.


તળિયા લગી તે ઉછેર્યો છે નર્યો દંભ

મને ખબર છે દુનિયામાં તું છતો નથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama