ગ્રીષ્મ મધ્યાહ્ન
ગ્રીષ્મ મધ્યાહ્ન
1 min
407
પણે સરકતો લગાર, ગગને દિસે છે અહો,
નરી અગન લાય હાય, વરસે હવે તો રહો,
ધખે દિવસના બધે પ્રહરમાં નથી થાકતો,
ફરે પવન રોષમાં, અનલ શી છટા રાખતો.
થયું સકળ ત્રાહિમામ, નગરો ન ગામો વળી,
નભે પણ ન દોડતી, ઉપર ના દિસે વાદળી,
ખરેખર ! ન રાખતો, ઉર દયા જરાયે નહીં,
દશે દિશ મળી ધખંત, તુજ આણ ચાલી રહી.
મનુષ્ય, પશુ ને પક્ષીય, વૃક્ષ હાંફતાં છે વને,
નથી કુદરતે જરાય કરુણા, અરે આ બને ?
ખરી સહનશક્તિના, સુખદુ:ખો તણા પાઠ જો,
વિભુ નિયમના નકામ, દિલમાં લખી રાખજો.
વળી વિચરતો રહું, મનનમાં અને આ થતું,
ખરે ! જગત બાપ સૂર્ય, પરિણામથી ચાલતું.
