STORYMIRROR

Vasudev Barot

Others

3  

Vasudev Barot

Others

હું

હું

1 min
472

રિક્તતાથી સભર સ્વપ્નમાં

સૂર્યને ઊગતો દેખું

શૂન્યના વેશમાં !


હાડ ,માંસ, ચામનું નામ

આ દેહ

કર્મની ખીંટીએ ટીંગાડી

મ્હાલું કોઈ- અતળ દેશમાં !


ઇચ્છાઓને સંતોષમાં ધોઈ

સૂકવી દીધી મૌનના તડકે


.... હવે 'હું' નામનું પ્રાણી

રોજ મારી સામે

શું જાણી ઘૂરકે !


Rate this content
Log in