STORYMIRROR

Vasudev Barot

Others

3  

Vasudev Barot

Others

તું હવે

તું હવે

1 min
508

સાવ સીધી રજૂઆતમાં તું હવે,

ના વમળ કર ઉભાં વાતમાં તું હવે,


કેટલા અવનવા વેશ ભજવી ચૂક્યો,

વેરવિખેર છે જાતમાં તું હવે,


પંથ લીધો હતો કંટકો વેગળો,

એ ગયો રણ વચ્ચે, ઘાતમાં તું હવે,


કેટલી છે અસર એમની તુજ પર,

જીવવાનો સનેપાતમાં તું હવે,


ઓગળી શું જવું આમ અંધારમાં,

સારું છે ચાંદની રાતમાં તું હવે.


Rate this content
Log in