STORYMIRROR

Vasudev Barot

Fantasy Others

3  

Vasudev Barot

Fantasy Others

આપે

આપે

1 min
249

ઊગતો સૂરજ નવા જઝબાત આપે,

અસ્ત પામી એ જ સન્નીપાત આપે.


સાબિતીમાં દાખલા પણ સાત આપે,

ઊડતી અફવાના ઝંઝાવાત આપે.


આ પટોળા પણ હવે તો છેતરે છે,

ખાનદાની ને હંમેશાં માત આપે.


માણસાઈ મુખવટો ધારણ કરે છે,

અવનવાં રૂપો ઘરી કમજાત આપે.


ક્યાં કશું નકકી છે કોઈનું કદી પણ,

કોણ કોને કેટલો આઘાત આપે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy