Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Manisha Mehta(ધરા)

Tragedy Fantasy

3  

Manisha Mehta(ધરા)

Tragedy Fantasy

મા - અમર તું, આસપાસ સર્વદા

મા - અમર તું, આસપાસ સર્વદા

1 min
206


વિખૂટાં પડતી વેળા હૈયું મેં ઠાલવ્યું.

તૂટતાં શ્વરે, સજળ નેત્રે માને મેં કહ્યું :


"મા, તું નહિ હોય જ્યારે,

જીવીશ હું કેમ કરી ત્યારે ?"


વયોવૃદ્ધ માતાએ મને પાસે બેસાડી,

બોલી શાંત ચિત્તે, ગળે લગાડી !


બેટા, માતાનું મૃત્યુ એ અંત નથી માતૃત્વનો.

પામીશ તું જો આ અણુએ અણુ પ્રકૃતિ તત્વનો,

તો અવશ્ય મળશે આભાસ મુજ અસ્તિત્વનો !


ધરતીની અમાપ સહનશીલતા, ચાંદનીની સ્નેહાળ શીતળતા,

સરિતા નીરની અમિય મધુરતા, સંધ્યા અને ઉષાનાં આકાશની સૌમ્ય સુંદરતા,


સૂર્યનાં કિરણોની તેજોમય ઓરા,

ઝરમર વરસાદનાં રમતિયાળ ફોરાં,


ફૂલોનો નિઃસ્વાર્થ પમરાટ,

પંખીનો પ્રભાતનો તરવરાટ,


વૃક્ષોની ઘટામાં પાલવ જેવી શીળી છાંય,

પવનની લહેરખીમાં મીઠાં સ્પર્શની ઝાંય,


રાતનાં આકાશમાં તારાઓની અધખુલ્લી પલક,

સમુદ્ર લહેરોની હાલરડાં શી મીઠી હલક,

આ સર્વમાં ઈશ્વરે આરોપી માતાની ઝલક !


માતૃત્વનાં સર્વ ગુણોથી સભર પ્રકૃતિને જાણજે,

સમગ્રતાથી એને ચાહજે, માણજે,

તેનું અંગ બની એક્ત્વ સાધજે..

હું તને મળતી રહીશ તે થકી જ

સદા સર્વદા..!


Rate this content
Log in