STORYMIRROR

Manisha Mehta(ધરા)

Fantasy

4  

Manisha Mehta(ધરા)

Fantasy

મારી મોજ

મારી મોજ

1 min
359

રાત્રે ઝરૂખો ખાલી મળે

મારો ઝરૂખો મને સુવાંગ મળે એ મને ગમે. 


રાતનાં અંધકારને હું ધારું તેમ ચિતરું

કે દૂર સુધી કાળું ડિબાંગ !

વિચારું કે દરિયો જ છે, નજર પહોંચે ત્યાં સુધી

તોય શુ ખોટું છે ?

પછી મારાં વહાણ જાય તરતાં

વૃક્ષોનાં પાન જોને શઢ જેવાં હાલતાં. 


ગગનમાં બિરાજે ઓલો ચાંદો રૂપાળો

અંતરને ઠારતો એ સાથી સોહામણો

અંધકારનો દરિયો ન લાગે બિહામણો

ચાલ્યું જાય વહાણ મારું હાલક ડોલક

ચાંદો, આવીને એનો થઈ જતો ચાલક


ને પછી,

છપાક છપાક ..જો ચાંદા તું ઉડાડ નહીં છાલક 

કાળેરો રંગ ઘણો પાકો હશે, મને વળગી જાશે 

ને પછી ડોલભર ચાંદની ને તારલાનાં સાબુ એ મારે ન્હાવું પડશે !

તોફાન ન કરો તમે અલ્યા આકાશનાં છોકરાવ

માસ્તર સૂરજને કાલે ફરિયાદ જશે. 


વૃક્ષે લટકતાં ચામાચીડિયા ને ઘુવડની આંખે ચશ્મા ધર્યા

તમતમ તમતમ તમરાંનાં તાલમાં ખડખડ ખડખડ પાંદડાં ખર્યાં 

રાતનો આ મારો એકાંત ઝરૂખો ને અંધારી દુનિયાની મોજ

કુદરતના કરિશ્મા રાતે જે ખીલતાં, માણતી એને હું રોજ.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy