The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Rahul Parmar

Fantasy

4.5  

Rahul Parmar

Fantasy

એક મુલાકાત એવી...

એક મુલાકાત એવી...

1 min
109


એક મુલાકાત એવી કે ભૂલી ના શક્યો,

બધુ મળ્યું મને પણ કંઈ પામી ના શક્યો;


એક દિવસ વરસ્યો મુશળધાર,

પણ પખવાડિક હેલી હું બની ના શક્યો.


ઉજ્જડ પાનખર થઈ પત્તે પત્તે ખરું,

મનમોહક વસંત હું બની ના શક્યો;


કેટલાય પથીકોની "રાહ" છું હું,

પણ મનચાહી મંજિલ હું બની ના શક્યો.


બોલાવ્યો ઇશ્વરે તો રહી ના શક્યો,

પણ પોતાના પગે સ્મશાન હું જઈ ના શક્યો;


મડું બની સળગુ મસાણમાં,

હવનકુંડની અગ્નિ હું થઈ ના શક્યો.


              --"રાહ"--


Rate this content
Log in