છું અબોધ બાળ હું
છું અબોધ બાળ હું
1 min
263
છું અબોધ બાળ હું...
ક્યારેક હસતા જોઈ ને હસુ છું,
તો ક્યારેક રડતા જોઈ રડુ છું,
જ્ઞાન નથી કોઈ જાતનું મને
થોડું કાલુવાલુ બોલું છું
છું અબોધ બાળ હું...
રમતમાં તન સંગ વસ્ત્ર પણ મેલા
ને ધૂળમાં બાળપણના થાય ઘેલા,
ક્યાં મારી કોઈ ઓળખ કે
ઈજ્જતના થઈ જાય રેલા,
છું અબોધ બાળ હું...
મોટા થવાના સ્વપ્ન મારા
સિધ્ધ હવે યુવાની કાયા,
બંધાયો લગ્ન દોરથી
પછી લાગી બધી મોહ માયા,
'રાહ' હવે ,
નથી અબોધ બાળ તું.