આઠમના મેળે
આઠમના મેળે
મટકીફોડની મઝા માણવા 'મુંબઇ' પહોંચી જઈએ,
કનૈયાના જન્મ પછી પંજરીનો પ્રસાદ લેવા
આપણ સૌ પડાપડી કરીએ,
ચાલોને 'મિત્રો' સંગે મળીને સૌ આઠમના મેળે જઈએ.
સૌ 'પરિજનો' સંગે મળીને જઈએ,
આકાશે આંબતા ચકડોળે ચકરાવા જઈએ,
ચાલો આપણે સૌ આઠમના મેળે જઈએ.
હરખ ઘેલી હોડીએ હિંચકે હિંચવા જઈએ,
મોત રૂપી કુવા ને જાદુ તણા ખેલ માણવાં જઈએ,
ચાલોને 'મિત્રો' આઠમના મેળે જઈએ.
સંસ્ક્રુતી તણા લોક ડાયરે કસુંબી રંગ
પામવા કોઈ 'ગઢવી'ને સંગે લઈએ,
'પત્ની'ના હાથે છુંદણા છુંદાવવા જઈએ,
ચાલોને 'મિત્રો' આઠમના મેળે જઈએ.
એ બાંધેલી દોરીથી ચાલતી છુક છુક ગાડી લેવા જઈએ,
માનવ મહેરામણી ઘંટીમાં હૈયે હૈયુ દળાવવા જઈએ,
ચાલોને 'મિત્રો' સૌ આઠમના મેળે જઈએ.
હાથમાં પતરાંના એ દેડકાં લઈ ટક ટક કરી નવી 'સૌ'નું માથું પકવીએ,
'બાળકો'ને ગમતી એ દોરી બાંધેલી ટ્રક પણ ક્યાંકથી શોધી લાવીએ,
ચાલો 'ક્રૃષ્ણ' નઞરે આઠમના મેળે જઈએ.
