હું કોણ છું...?
હું કોણ છું...?


હું મળવા જેવો માણસ છું ને હળવા જેવો માણસ છું...
હું ભળવા જેવો માણસ છું ને કળવા જેવો માણસ છું...
હું રળવા જેવો માણસ છું તો સહુને ફળવા જેવો માણસ છું...
મિત્રોનો પરથમ પહલો શ્વાસ છું તો જળહળતો અજવાસ છું...
હું ઊઘડતું આકાશ છું ને સૂરજનો પરકાશ છું...
હું આંખોની ભીનાશ છું ને હૈયાની હળવાશ છું...
હું હળવા જેવો માણસ છું ને મળવા જેવો માણસ છું...
હું નીલી નીલી ઝાંય છું તો શીળી શીતળ છાંય છું...
હું વરસુ અનરાધાર છું ને અણદીઠો આધાર છું...
ભરી લો તો શ્વાસ છું ને સૌનો વિશ્વાસ છું...
હું ભલે દુઃખનો ધોધ છું પણ હંમેશાં સુખની મોજમાં છું...
હું ક્યારેક ઘણો તંગ છું પણ રહું સૌની સંગ છું...
હું સંબંધોની શરુઆત છું ને મિત્રતાનો દસ્તાવેજ છું...
હું રહું આસપાસ છું તો કોઈના માટે ઘણો ખાસ છું...
સમજો તો એક વિચાર છું, માનો તો સાચો યાર છું...
હું લડી લઉં તો જંગ છું, પુરી લો તો મેઘધનુષી રંગ છું...
હું પાવન સફરની મીઠી રજૂઆત છું, પ્રેમપંથે વહેવા હર હંમેશ તત્પર છું...
હજુય પુછવું છે હું કોણ છું...?
હું દિપુ છું... હું દિપુ છું ...
કિધુંને યાર....
હું દિપુ છું.