STORYMIRROR

Diptesh Mehta

Others

3  

Diptesh Mehta

Others

જિંદગીની યાત્રા

જિંદગીની યાત્રા

1 min
198

શબ્દોની સાથે સાથે જિંદગીની પણ રમત રમી રહ્યો છું હું,

ક્યારેક આગળ તો ક્યારેક પાછળ દોડી રહ્યો હું !


જેટલી લાંબી છે મારી કવિતા એટલી જ 

લાંબી છે મારી મંઝિલ,

ના કદી અટકતી, ના કદી ભટકતી, 

બસ ચાલતી રહેતી મેહફીલ !


કહેવાને તો ઘણાં નામ છે મારાં પણ,

અર્થ વગરના ઉપનામ પણ છે ઘણાં,

કહેવું હોય તો કહેજો કવિ મને,

બાકી ભલે ઓળખતાં બધાં 'ઝભ્ભેશ'થી મને,


મંઝિલ વગરની આ યાત્રા ગમે છે મને,

ભલે ખોવાઈ જાઉં એમાં,

નથી કોઈ ફિકર...

નથી કોઈ પરવા...


દેખાય જો 'યુ.એન.મહેતા' તો ક્યારેક, 

થોડો વિશ્રામ પણ કરી લઉં છું ત્યાં, 

થોડો આરામ કરીને ફરી શરૂ કરી દે છે 'દિપુ',

જિંદગીની આ યાત્રા.


Rate this content
Log in