કેવી મઝા માણતાં આપણ આઠમનાં મેળે
કેવી મઝા માણતાં આપણ આઠમનાં મેળે
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
મટકીફોડની કેવી મઝા માણતાં સૌ મેળે જઈ,
પંજરીનો પ્રસાદ લઈ લાલાને પારણે ઝૂલાવતા,
કેવી રે મઝા માણતાં આપણે એ આઠમનાં મેળે..!
હરખ ઘેલી હોડીએ હિંચકે હિંચતા,
મોત રૂપી કૂવા ને જાદુ તણા ખેલ માણતાં,
કેવી રે મઝા માણતાં આપણે એ આઠમના મેળે..!
સંસ્કૃતિ તણા લોક ડાયરે કસુંબી રંગ પામવા જતાં,
'પત્ની'ના હાથે છુંદણા છૂંદાવવા જતાં,
કેવી રે મઝા માણતાં આપણે એ આઠમના મેળે..!
એ બાંધેલી દોરીની છુકછુકગાડી ને આકાશે આંબતા ચકડોળે ચકરાવતાં,
માનવ મહેરામણી ઘંટીમાં હૈયે હૈયુ દળાવતાં,
કેવી રે મઝા માણતાં આપણે એ આઠમના મેળે..!
હાથમાં પતરાંના એ દેડકાં થકી ટીક ટીક ટીક કરતાં,
'બાળકો'ને ગમતી એ ટ્રક શોધી લાવતાં,
કૃષ્ણ નગરે જઈ કેવી રે મઝા માણતાં સૌ આઠમના મેળે..!
આઠમના મેળાને 'કોરોના'ની લાગી નજર,
માનવ મહેરામણ જ્યાં ઊમટે ત્યાં સુમસામ ભાસે છે આજ.
મઝા માણવાં આજે જવું કયા આઠમના મેળે..!