STORYMIRROR

Biren Patel

Children

4  

Biren Patel

Children

મા

મા

1 min
379

મારા ભાગનું સ્મિત પાલવમાં બાંધી રાખે મા,

મારા ભાગનું હેત આંખોમાં આજી રાખે મા.


હું નીચે પડું તો તું આવી લગાવી દેતી ફૂંક,

મલમ તો તારા હોઠો પર તું લગાવી દેતી થૂંક.


પપ્પાથી છાની તું ખુશીઓ આપી રાખે મા,

મારા ભાગનું સ્મિત પાલવમાં બાંધી રાખે મા.


તારા હાથમાં હાથ જો મારો લાગે નહીં બીક,

તારો હાથ ફરે માથે તો સઘળું લાગે છે ઠીક.


થોડામાંથી થોડું મારી માટે ચાખી રાખે મા,

મારા ભાગનું સ્મિત પાલવમાં બાંધી રાખે મા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children