STORYMIRROR

Biren Patel

Children

3  

Biren Patel

Children

તારી મારી હોળી

તારી મારી હોળી

1 min
317

થોડાં કેસૂડાના ફૂલો મેં તોડ્યાં છે,

રમવા હોળી કાજે મેં ઘોળ્યા છે.


તું લાવજે પિચકારી,

 હું પાડીશ કિલકારી.

 તું લાવજે ફુગ્ગા,

 હું ફોડીશ ફુગ્ગા.


આખી શેરી સાથે રમશું આજ ધૂળેટી,

ધીંગા મસ્તી ધમાલ કરશું કરશું રંગરોળી.


 તું છાંટ જે મારી પર,

 હું છાંટીશ તારી પર.

 તું લાવજે લીલો રંગ,

હું લાવીશ પીળો રંગ.


 રંગ સાથે રંગ ભળીને બનશે મેઘધનુષ,

તારી અને મારી સાથે આખું ફળિયું છે ખુશ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children