માતૃત્વ - પરમ તત્વ
માતૃત્વ - પરમ તત્વ
સૃષ્ટિમા ‘માતૃત્વ’ની સૌથી મોટી આણ છે,
કારણ કે ‘માતૃત્વ’માં કુદરતી ખેંચાણ છે,
ભગવાને પણ ધારણ કરવો પડે જન્મ ‘માતૃત્વ’ માણવા,
‘માતૃત્વ’ થકી જ ટકી રહ્યુ સૃષ્ટિનું નિર્માણ છે,
‘માતૃત્વ’ જિંદગીનુ સૌથી અણમોલ સત્વ છે,
‘માતૃત્વ’ને સમજીએ તો, સમજાય પરમ તત્વ છે,
ભગવાને પણ ધારણ કરવો પડે જન્મ ‘માતૃત્વ’ માણવા,
‘માતૃત્વ’ વગર ક્યાં સૃષ્ટિનું અસ્તિત્વ
છે ?
મારે પણ માર ખાવા ના દે એ ‘મા’ છે,
‘માતૃત્વ’ સામે બધા વગડાના વા છે,
ભગવાને પણ ધારણ કરવો પડે જન્મ ‘માતૃત્વ’ માણવા,
‘માતૃત્વ’ની શક્તિ ખમી શકે ગમે તેવા ઘા છે,
મનુષ્ય હોય કે પ્રાણી, ‘માતૃત્વ’ કરે બધાને પુલકિત છે,
હોય ગમે તેવા સંજોગો, મા હોય સાથે તો જીત છે,
ભગવાને પણ ધારણ કરવો પડે જન્મ ‘માતૃત્વ’ માણવા,
માત્ર એક જ અક્ષર ‘મા’ માં, સમાયુ જીંદગીનું ગીત છે.