નંબર બાર
નંબર બાર


નંબર બાર
નંબર ‘બાર’ નથી દસ નંબરી, છતાં તેનો વિસ્મય ભર્યો વિસ્તાર છે
બાર સંલગ્ન છે કેટકેટલી ચીજો સાથે, બાર ની લીલા અપરંપાર છે
એક ડઝન એટલે બાર નંગ, એક વર્ષના મહિના હોય છે બાર
નવગ્રહની રાશિ પણ છે બાર, તપ પણ બાર વર્ષે થાય સાકાર છે
દિવસના હોય છે બાર કલાક, તો રાત્રી પણ હોય છે કલાક બાર ની
મધ્યાન થાય છે બાર વાગ્યે, તો મધ્ય રાત્રીનો બાર વાગ્યે હોય ટંકાર છે
કંઈક જો બગડે તો વાગી જાય બાર, ધંધો ન આવડે તો લાખ ના થાય બાર
શેર બજારનો ભાવ થાય
બાર, ખાધું પીધું કંઈ નહી ગ્લાસ તોડા બાર આના, ખોટનો વેપાર છે
બાર ગામનું પીધેલ માણસ કહેવાય છે રીઢો, અણબનાવ માટે બારમો ચંદ્ર છે
મુખિયો હોય બાર ગામનો, જમીનના ઉતારા માટે ૭ / ૧૨ નો આધાર છે
બાર વાગ્યે કૃષ્ણ જન્મ છે અને રામ જન્મ પણ છે બાર વાગ્યે
બાર જયોર્તિલિંગના મહિમા છે અપરંપાર, મૃત્યુ પછી બારમા કરાવે ભવપાર છે
બારોબાર તો આ દુનિયામાં, થતું હોય છે ઘણુબધુ ચુપચાપ યાર
આ તો બેઠો હતો નવરો ધૂપ, એટલે બાર નો કર્યો કારોબાર છે !!
ભરત ડી ઠક્કર, ‘સૌરભ’
ગાંધીધામ – કચ્છ