STORYMIRROR

Jyotin Choksey

Abstract Drama

4  

Jyotin Choksey

Abstract Drama

મારો પડછાયો

મારો પડછાયો

1 min
249

મારો આ છાંયો કહેવાયો મારો પડછાયો.

આ છાંયો મારો દિવસ આખો એનો સથવારો,


કદીક એ ડાબી બાજુ, નહીતર જમણી બાજુ

સવાર સાંજ લાબોં એતો, બપોરે એ ટૂંકો થતો,


પગ તળે એ સંતાતો, પછી પાછો એ દેખાતો,

સંધ્યા સમયે ઝાંખો થતો, નિશા થતાં ખોવાતો,


સૂવા ટાણે જાણે પડછાયો મારો થાકીને સૂતો.

મારો આકાર મારો પડછાયો ન એ ઓળખાયો,


નથી નાક-નકશો ને નથી આંખોનો ઈશારો,

ન કોઈ રંગે બેરંગો એ તો છે શામળો,

આકારથી માત્ર મારા હાડકાનો માળો,


નથી મળ્યો એને મારો ચહેરો રૂપાળો,

મળ્યો તો મળ્યો એને રંગ માત્ર કાળો,

કે પછી મારી ગુપ્તતા ઢાંકતો જાળો.


નથી એમાં મગજ કે નથી કોઈ બુધ્ધિ,

નથી એમાં હૃદય કે નથી કોઈ લાગણી,

એ છે પ્રતિબિંબ જે ન કરે દર્પણની માંગણી.


માનો કે ન માનો એ રહસ્યમય ઘણો,

કુતૂહલ કરાવે સદાય ને કદી ડરામણો.

મંજૂર કરું કે ના કરું એતો મારો પિછાયો,

મારો આ છાંયો કહેવાયો મારો પડછાયો.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract