રસ્તા
રસ્તા
આ રસ્તા સરતા ધરતીના પટ પર,
ગાડી મોટર ફરતા રસ્તાના પટ પર.
વાંકાચૂકા જાણે સાંપોળીયા સરતા,
ઊંચાનીચા જાણે નદી ઝરણા ઝરતા.
મોટા રસ્તા, નાના રસ્તા,
ઊંચા રસ્તા નીચા રસ્તા,
ફાવે ત્યાં એ વસતા,
રહેતા એ હમેંશા ખસતા.
નથી સર્જાયા એ અમસ્તા,
જાણે કહેતા હસતા હસતા,
કેવા છે આ દુનિયાનાં રસ્તા.
મોટા રસ્તા પર કોઈક થતા લાપત્તા
મહામહેનતે મળતા જ્યારે ખોવાતા.
રસ્તા પર મળતા સરબત ને સાસ્તા,
હેમબર્ગર ટાકો પીત્ઝા ને પાસ્તા,
ખાતા બધા એ હસતા હસતા.
મોંઘા તો મોંઘા એ ચટપટા નાસ્તા,
હવે તો રસ્તા પણ રહ્યા નથી સસ્તા,
વારે ને તહેવારે ટોલના ભાવ વધતા,
વધારવા આ રસ્તાની સુંદરતા.
આપણે શું કરતા જો ન હોત આ રસ્તા ?
