બગાસું
બગાસું
આવ્યુંં આવ્યુંં બગાસું આવ્યુંં, ક્યાંથી આવ્યુંં ?
કેમ આવ્યુંં ? ક્યાંથી આવ્યુંં ? તારી પાસેથી આવ્યુંં,
ના ના કોઈને આવ્યુંં એટલે મને આવ્યુંં ને તને આવ્યુંં.
બીજાને જોઈને પણ આવે, અરે સાંભળીને પણ આવે,
ઘણી વાર કોઈને ટેલિફોન પર આવે તો મને પણ આવે.
શું છે આ બગાસાનું રહસ્ય ? ઊંઘ ઓછી પડી ?
થાક વધુ લાગ્યો ? કદાચ ઓક્સિજન ઓછો મળ્યો.
બહુજ ઊંડો શ્વાસ લો, કરો પ્રાણાયામ, પીઓ પાણી,
પ્રયોગો આ જુઓ કરી, તો બગાસું પણ જાય ભાગી.
ક્યાં આવ્યું ? ઘરમાં આવ્યું, ઓફિસમાં આવ્યું,
આવ્યું આવ્યું બગાસું આવ્યું, ક્યાંથી આવ્યું ?
આવ્યું તો આવ્યું ને ગયું બગાસું જ્યાંથી આવ્યું.
