STORYMIRROR

'Sagar' Ramolia

Comedy

4  

'Sagar' Ramolia

Comedy

ચૂપ થા બાબા

ચૂપ થા બાબા

1 min
656

હીંચકાવી હાથે પડ્યાં છોલાં, ચૂપ થા બાબા,

ખાલી ચડી, હાથ થયા પોલા, ચૂપ થા બાબા !


રહેવા દીધા નથી ન્હાવાના પણ તેં નેઠા,

માથામાં થઈ ગયા છે ટોલા, ચૂપ થા બાબા !


રાતે પણ ઊંઘ કરવા દેતો નથી પૂરી,

દિવસે કામમાં આવે ઝોલાં, ચૂપ થા બાબા !


મનાવી મનાવીને થઈ ગયાં અધમૂઆ,

તોયે તારાં થતાં નથી અબોલાં, ચૂપ થા બાબા !


સૌ કહે ‘સાગર’ હવે આવ્યો તું લાગમાં,

તારાં કેટલાં રાખવા રખોલાં, ચૂપ થા બાબા !


Rate this content
Log in

Similar gujarati poem from Comedy