STORYMIRROR

'Sagar' Ramolia

Comedy Tragedy

4  

'Sagar' Ramolia

Comedy Tragedy

ડુપ્લીકેટ

ડુપ્લીકેટ

1 min
648

માનવની જિંદગી થવા લાગી ડુપ્લીકેટ,

પરદુઃખ જોઈ વેદના જાગી ડુપ્લીકેટ.


દાઢી છોલાણી આજે દાઢી કરવા બેસતાં,

પછી ખબર પડી બ્લેડ વાગી ડુપ્લીકેટ.


થયો બેભાન તોયે બની શકી ન હઝલ,

ભાનમાં આવ્યો ત્યાં કલ્પના ભાગી ડુપ્લીકેટ.


મેળાની મજા પણ પહેલા જેવી ક્યાં રહી ?

થયા છે જુવાનિયા વરણાગી ડુપ્લીકેટ.


કેમ બતાવી શકું ‘સાગર’ લાગણી સાચી,

બધે જ બલાની કતાર લાગી ડુપ્લીકેટ.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy