Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Sunita Mahajan

Comedy Inspirational

4  

Sunita Mahajan

Comedy Inspirational

મિસ્ટર નટવરલાલ

મિસ્ટર નટવરલાલ

2 mins
337


હું તો આધુનિક રંગારો

મારું નામ છે મિસ્ટર નટવરલાલ રે

મારે નથી સાંભળવી તમારી કોઈ ફરિયાદ

મારે પણ તમારાથી બહુ ફરિયાદ છે(૧)


હું તો આધુનિક રંગારો

મારે ગાયો ચરાવા નથી જાવું રે

મારે પણ કોલેજમાં જાવું છે

મારે પણ કોલેજ વિશ્વ માણવું છે(૨)


હું તો આધુનિક રંગારો

હું નથી રહ્યો નાનો બાલુડો રે

મારે પણ મોડા સૂવું છે

મારે પણ મોડા ઉઠવું છે(૩)


હું તો આધુનિક રંગારો

મારે કેસર ઘોળી સ્નાન નથી કરવું રે

મારે ગરમ પાણીના શાવરમાં નહાવું છે

મારે ફેશવોશ શેમ્પુ લગાવવું છે(૪)


હું તો આધુનિક રંગારો

મારે તેલ સુગંધી નથી નાખવું રે

મારે મોર્ડન હેરકટીંગ કરાવવા છે

મારે મસ્ત હેર જેલ નાંખવું છે(૫)


હું તો આધુનિક રંગારો.

મારે નથી પહેરવા જરિયલ જામા રે

મારે ડિઝાઈનર કપડાં પહેરવા છે

મારે મસ્ત પરફ્યુમ છાંટવા છે(૬)


હું તો આધુનિક રંગારો.

મારે નથી ખાવા માખણ ને મીસરી રે

મારે બ્રેડ ને જામ ખાવા છે

મારે પાસ્તાપીઝાબર્ગર ફ્રેન્કી ખાવા છે(૭)


હું તો આધુનિક રંગારો

મારે નથી ખાવા છપન્નભોગ રે

મારે કચોરીસમોસાપાણીપુરીભેળપુરી ખાવા છે

મારે મેગીનુડલ્સ ઈડલીઢોસા ખાવા છે(૮)


હું તો આધુનિક રંગારો

મારી નથી રમવી રોજ ચોપાટ રે

મારે ફુટબોલ ક્રિકેટ રમવું છે

મારે ગોલ્ડમેડલ જીતવા છે(૯)


હું તો આધુનિક રંગારો

મારે નથી ફેરવવી ચકરડી ભમરડી રે

મારે નિત નવી બાઇક ને કાર ફેરવવી છે

મારે લોન્ગ ડ્રાઇવ પર જાવું છે(૧૦)


હું તો આધુનિક રંગારો

મારે નથી પીવું યમુનાજલ રે

મારે કોલ્ડ ડ્રિંક્સ પીવા છે

મારે આઈસ્ક્રીમ ખાવા છે(૧૧)


હું તો આધુનિક રંગારો.

મારે નથી વગાડવી હવે વાંસળી રે

મારે ગિટારપીઆનો વગાડવા છે

મારે આધુનિક યુવતીઓને મળવું છે(૧૨)


હું તો આધુનિક રંગારો

મારે નથી રમવા રાસ રે

મારે ઝુંબાસાલસા શિખવા છે

મારે લેપટોપમોબાઈલ ચલાવવા છે(૧૩)


હું તો આધુનિક રંગારો

મારે નથી ઘોળવા કેસુડાં રંગ રે

મારે નથી ઉડાવવા અબીલ-ગુલાલ

મારે ઓર્ગેનિક/ હર્બલ રંગથી રમવું છે(૧૪)


હું તો આધુનિક રંગારો

ના કરશો કોઈ મને હવે પ્રણામ રે

મારે શેકહેન્ડ કરી દોસ્ત તમને બનાવવા છે

મારે વિઝિટિંગ કાર્ડ મારા આપવા છે(૧૫)


હું તો આધુનિક રંગારો.

મારે વ્રજની ભાષા નથી બોલવી રે

મારે વિવિધ દેશી ભાષા શિખવી છે.

મારે માતૃભાષા ગુજરાતી બોલવી છે..(૧૫)

હું તો આધુનિક રંગારો

મારે પારણાંમાં નથી ઝૂલવું રે

મારો જન્મદિન હોટેલમાં મનાવવો છે

મારે કેક મોટી કાપવી છે(૧૬)


હું તો આધુનિક રંગારો

મારે ગોકુળમથુરા નથી રહેવું રે

મારે આધાર કાર્ડ ને પાસપોર્ટવિઝા બનાવવું છે

મારે સિંગાપોરપેરિસયુ.કે રાધા સંગ ફરવું છે(૧૭)


હું તો આધુનિક રંગારો

મારે મટકી નથી ફોડવી રે

મારે સ્માર્ટફોન વસાવવો છે

મારે વહોટ્સઅપ પર ચેટિંગ કરવી છે

મારે રાધા / રુકમણી સંગ સેલ્ફી લેવી છે(૧૮)


હું તો આધુનિક રંગારો

મારે હોળી રંગ નથી રમવા રે

મારે ઝૂંબા ડાન્સ કરવા છે

મારી ઝૂમ મિટિંગ કરવી છે(૧૯)


હું તો આધુનિક રંગારો

મારે 'વૉર્ડ્સ ઑફ હાર્ટ'માટે લખવું છે

મારે 'સ્ટોરીમીરર'માં રહેવું છે

મારે 'સુનિતા' સખીને શોધવી છે

મારે "આધુનિક રંગારો"ને પ્રથમ લાવવો છે(૨૦)


હું તો આધુનિક રંગારો.

મારુ નામ છે મિસ્ટર નટવરલાલ રે

મારે નથી સાંભળવી તમારી કોઈ ફરિયાદ

મારે પણ તમારાથી બહુ ફરિયાદ છે(



Rate this content
Log in