પહેલું ફૂલ
પહેલું ફૂલ
પ્રથમ પ્રેમનું પહેલું ફૂલ લીધાનું મને ભુલાતું નથી,
ના જાણે તમને કેમ એ દીધાનું યાદ આવતું નથી.
આ ફૂલની સુગંધ મારા રોમરોમમાં છવાઈ ગઈ,
ના જાણે તમારા મનમાંથી કેમ એ વિસરાઇ ગઇ.
પ્રેમભરી વાતો કીધાનું મારા દિલમાં રહી ગયું,
ના જાણે તમારી સ્મૃતિમાંથી કેમ ભૂલાઇ ગયું.
ગુલાબ ફૂલની લાલી મારા ગુલાબી ગાલે આવી,
ના સમજાયું મને તમારી નજરે કેમ એ ના આવી.
વિરહમાં તમારા આ પાપણે મારા અશ્રુ દીઠા,
ના જાણે તમારી કઠોર નજરોએ એ ના દીઠા.