મારી ગુજરાતી
મારી ગુજરાતી
હું ગુજરાતી, મને વ્હાલી લાગે મારી ગુજરાતી;
ફૂલે ફૂલે અટકું છું,કાંટે કાંટે ભટકું છું;
ફૂલ ને ફોરમની વચ્ચે, મારી ગુજરાતીને શોધું છું.
મને વ્હાલી...
જન્મ મારો મહારાષ્ટ્રમાં, લગ્ન મારા મહારાષ્ટ્રમાં;
મહારાષ્ટ્રિયનની વચ્ચે, મારી ગુજરાતીને શોધું છું.
મને વ્હાલી...
ભણતર મારું અંગ્રેજીમાં, ચણતર મારું હિંદીમાં;
બધી ભાષાઓની વચ્ચે, મારી ગુજરાતીને શોધું છું.
મને વ્હાલી...
સગા સંબંધી મારા ગુજરાતી, સંપર્ક મારો મરાઠી;
સ્નેહીઓની વચ્ચે, મારી ગુજરાતીને શોધું છું.
મને વ્હાલી...
ના આવડે મને બહુ સારું ગુજરાતી, પ્રયત્ન કરું હું શિખવા સારું ગુજરાતી;
લખતાં, વાંચતા, વેલડીઓ વચ્ચે, મારી ગુજરાતીને શોધું છું.
હું ગુજરાતી, મને વ્હાલી લાગે મારી ગુજરાતી.