શિવજીનું નામ
શિવજીનું નામ
આવ્યો આવ્યો શ્રાવણ પુરષોત્તમ માસ
શિવજીનું નામ લીધા વિના કેમ ચાલશે
નંદીના કાનમાં કીધા વિના કેમ ચાલશે
હારે કાળનો તમાચો બધાને વાગશે
શિવજીનું નામ લીધા વિના કેમ ચાલશે,
જાશે બાળપણ ને જવાની આવશે
જાશે જવાની ને ઘડપણ આવશે
ઓ જીવ, આવેલો શ્રાવણ માસ
જોજે ભૂલી ના જવાય,
શિવજીનું નામ લીધા વિના કેમ ચાલશે,
ખાલી હાથે આવ્યા હતા
ખાલી હાથે પાછા જશો
ઓ જીવ, સાથે શિવ નામ જ આવશે,
પાર્વતીજીનું નામ સાથે લીધા વિના ના ચાલશે,
શિવજીનું નામ લીધા વિના કેમ ચાલશે,
નંદી કહે બોલો, 'ૐ નમઃ શિવાય'
શિવ નામ સ્મરણમાં ખુશીની દુકાન છે,
શિવ દર્શન જગમાં મહાન છે,
બાર જ્યોતિર્લિંગનાં દર્શન વિના કેમ ચાલશે
શિવજીનું નામ લીધા વિના કેમ ચાલશે,
નંદી કહે સુનિ શિવ નામ સાર છે
શિવભક્તિ વિના જીવન બેકાર છે
ઓ જીવ, બિલીપત્ર તું ચડાવજે
શિવજીને ભજી તું લેજે,
શિવજીનું નામ લીધા વિના કેમ ચાલશે.