દિવાળી આવી ગઈ
દિવાળી આવી ગઈ
આવી ગઈ, આવી ગઈ, ફરી દિવાળી આવી ગઈ,
મનનાં ખૂણે કાચરેથી કચરો કાઢી નાંખજો,
સૂતા હોય તો જાગી જજો
રાગ, દ્વેષ, લોભ ઝાટકી નાંખજો,
જાગ્યા ત્યાંથી સવાર જાણજો
કામ, ક્રોધ, મોહ તમે ફેંકી દેજો,
સત્ય અને પ્રેમનાં રાહ પર ચાલજો
અસત્ય, કટુ, કડવું બોલવું છોડી દેજો,
દેવ, દર્શન, ઈશ્વરમાં શ્રદ્ધા વધારજો
સેવા, સ્મરણ, ભક્તિ દરરોજ કરજો.