ચાલશે
ચાલશે
તમે મારી આંખોમાં આંખો નહીં પરોવશો તો ચાલશે
તમે ક્યારે મારી આંખોનું દર્દ સમજશો ?
તમે મારા કપાળને નહીં ચૂમશો તો ચાલશે
તમે ક્યારે મારા કપાળને હાથ અડાડશો ?
તમે મારા ગાલને નહીં પંપાળશો તો ચાલશે
તમે ક્યારે મારા ગાલ પર આવેલા અશ્રુ જોશો ?
તમે મારા હોઠને નહીં ચૂમશો તો ચાલશે
તમે ક્યારે મારા હોઠને હાસ્ય આપશો ?
તમે મારા હૈયા સાથે હૈયું નહીં મેળવશો તો ચાલશે
તમે ક્યારે મારા હૈયાની પોકાર સાંભળશો ?