Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Parbatkumar Nayi

Inspirational Tragedy

4  

Parbatkumar Nayi

Inspirational Tragedy

ઘર વિશે લખો

ઘર વિશે લખો

1 min
14.2K


રાખી નજરમાં ભેજ એ અવસર વિશે લખો.

ધૂળે ભરેલી શેરીના એ ઘર વિશે લખો !


છૂટે કદી જો ફૂલનું વર્ણન ભલે છૂટે ,

પણ, કુંપળો જ્યાંથી ફૂટી પથ્થર વિશે લખો !


આંસું તમારાં જાણશું ને જોખશું પછી,

પ્હેલાં મળેલા દોસ્તના ખંજર વિશે લખો !


આ ફોન-ટાવર-શ્હેર-સડકો રાત'દી હશે,

ફૂરસત મળે તો ગામના પાદર વિશે લખો !


સાચી કથા તો 'દર્દ'ની જાણી જશો તમે,

મંઝિલ વિશે તો ઠીક છે ઠોકર વિશે લખો !


Rate this content
Log in