કૂવા કાંઠે હોય છે
કૂવા કાંઠે હોય છે
1 min
378
તું કૂવા કાંઠે હોય છે,
તું સરવર પાળે હોય છે,
હ્રદયના તારે તારે તું,
તું અંતરના ઉછાળે હોય છે.
ખ્વાબ ખ્વાબમાં તું ઝબકે છે,
શમણાં હારે હોય છે,
હ્રદયના તાર તારે તું,
તું અંતરના ઉછાળે હોય છે.
આ વગડાના એક એક
ગમતા ઢાળે હોય છે,
તું કૂવા કાંઠે હોય છે,
તું સરવર પાળે હોય છે.

