STORYMIRROR

Parbatkumar Nayi

Others

3  

Parbatkumar Nayi

Others

કેમ આવું થાય છે

કેમ આવું થાય છે

1 min
229

વાત એવી થાય છે વરસાદમાં,

આંખ આ ભીંજાય છે વરસાદમાં !


આભ વરસે તોય મન તરસ્યું રહે,

કેમ આવું થાય છે વરસાદમાં ?


પગ ઉઘાડા લઈને ચૂમો ઘાસને,

તો મજા સમજાય છે વરસાદમાં.


શું કહું માણસને છત્રી જેમ જે,

કાગડો થઈ જાય છે વરસાદમાં !


Rate this content
Log in