STORYMIRROR

Prahladbhai Prajapati

Inspirational Others Tragedy

4  

Prahladbhai Prajapati

Inspirational Others Tragedy

અહીં કાળની વેદનાઓ છે કે આ સફર

અહીં કાળની વેદનાઓ છે કે આ સફર

1 min
26.1K


કાળની વેદનાઓ છે કે અશ્રુઓનાં એંધાણ સમયની,

સૂચકતાએ પામ્યા હોત, તો હયાતી આમ રડતી નહિ.


ઢાંકેલા ભાત સમી આ સફરના સ્વાદ પહેલાંથી ક્યાં છે ?

ને છતાં બધું જ નિર્મિત હોય એવું થતું જોઈ રડતી રહી.


શું કમાલ છે, કોઈ છૂપી શક્તિની, ધાર્યું કોઈનુંય ન થાય,

પલની ખબર ન્હોય વર્ષોના, આયોજને સફર દોડતી રહી.


આપણી આ સફરનો કેટલા બોદોને અજુગતો આધાર,

સમયાંતરે બદલે વિચાર ને વ્યવ્હારી રસમ પકડતી રહી.


લાગણીઓની હિમશીલાઓ પીગળે પછી આવે બદલાવ,

સમયનું ઝહેર પીવાના આદિ આપણને મૂર્ખતા નડતી રહી.


આધાર છૂટી ગયા પછીના વસવસે પ્રાયશ્ચિતના ચરણે સફર,

અટવાય ફરી એજ ઝેરના પારખે પાછી હયાતી ફરતી રહી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational