STORYMIRROR

Mahendra Rathod

Inspirational Tragedy

4  

Mahendra Rathod

Inspirational Tragedy

ખૂણો શોધે છે...

ખૂણો શોધે છે...

1 min
13.5K


આ ગોળ ધરામાં માણસ ખૂણો શોધે છે...

માણસ માણસથી છુપાવા ખૂણો શોધે છે...


કપટીના કારસથી પરેશાન છે જગત આખું

સજ્જનો ચૂપ રહીને દુર્જનો માટે ખૂણો શોધે છે...

આ ગોળ ધરામાં માણસ ખૂણો શોધે છે...


વ્યવહાર નથી દેખાતો ક્યાંય આજે એક મેકમાં

દેખાડાના સંબંધો માટે દિલ માં સૌ ખૂણો શોધે છે...

આ ગોળ ધરામાં માણસ ખૂણો શોધે છે...


અંધારપટ છે ચારે બાજુ, છતી આંખે અંધ છે બધા

ધરતી પર અટવાયો છે ને ગગનમાં ખૂણો શોધે છે...

આ ગોળ ધરામાં માણસ ખૂણો શોધે છે...


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational