STORYMIRROR

Mahendra Rathod

Inspirational Others

4  

Mahendra Rathod

Inspirational Others

સીનેમાઘર

સીનેમાઘર

1 min
27.2K


મેં જોયું હતું એક સિનેમાઘર

જયાં બધું ચાલતું હતું સમયસર

મેં જોયું હતું એક સિનેમાઘર.......

કોઈ આવતું ગાડી અને મોટરમાં

કોઈ આવતું ચાલતું તો કોઈ રિક્ષામાં

કોઈ આવતું ત્યાં ફેશનમાં

તો કોઈ આવતું હતું ત્યાં ચપ્પલ વગર

મેં જોયું હતું એક સિનેમાઘર

અમીરોના સાજ દેખાય ત્યાં ઘણા

કોઈના હાથમાં મોબાઈલને

કોઈના હાથમાં સિગારેટ રૂપાળી

પણ કોઈ આવતું હતું ત્યાં બે હાથ વગર


મેં જોયું હતું એક સિનેમાઘર

ફેશનની દુનિયા કેવી છે નિરાળી

કોઈ આવે જિન્સ ટી શર્ટ ને બુટમાં

કોઈ આવે અહીં ટાઈ અને શુટ માં

આવે છે ઘણા અહીં લઘરવઘર


મેં જોયું હતું એક સિનેમાઘર

હોય ભલે ગરીબ કે ભલે હોય અમીર

બધાનું એક જ હોય છે ખમીર

કોઈને નથી પડી હોતી અહીં કોઈની

ફરે છે બધા અહીં ચિંતા વગર


મેં જોયું હતું એક સિનેમાઘર

સૌને સરખાં માન ને સૌને સરખા સ્થાન

નથી જોવાતો અહીં કોઈનો વાન

સરખી ખુરશી ને સરખો ટિકિટનો દર

અહીં મળતું બધું કોઈ ભેદભાવ વગર


મેં જોયું હતું એક સિનેમાઘર

જ્યાં ચાલતું હતું બધું સમયસર


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational