સ્વની શોધ
સ્વની શોધ
ફૂલોની મંજરી વચ્ચે ફસાયેલી છું,
કંટકનો ભય નથી હું તો માટીમાં દબાયેલી છું,
શોધની વ્યથામાં મુકાયેલી છું,
શોધું છું કોને ? એ વિચારમાં ખોવાયેલી છું,
પીડાનાં પોપચાં વચ્ચે દબાયેલી છું
રંગો ઉજાસથી થોડી વિખરાયેલી છું,
આત્માનાં ઉજાસથી દૂર ફેલાયેલી છું
બધા જેવું બનતા બનતા સ્વથી વિખરાયેલી છું,
શોધું છું મને હું સ્વથી દૂર ફેલાયેલી છું
' દિવ્ય ' ને શોધવામાં પોતાનાથી મુકાયેલી છું.
