વિતેલ ક્ષણો
વિતેલ ક્ષણો
વિતેલ કોઈક એવી ક્ષણોનું આજ સરવૈયું ખોલી બેઠો છું,
માગ્યા કરતા અંતરને ખોરી બેઠો છું.
જાણું છું હર ખટ મીટહુડી પળો,
તોએ આજ ગયેલા સમયને ફરી આંકવા બેઠો છું.
ગણતરી નથી કરતો હું અકડાયેલી વીત્યી ઘડીની કે,
નથી હું નિરખતો વેઢે સમ્બન્ધની હરોળ,
નથી કરતો હું કોઈ અમથી ખોજ ન્યુનની કે ગયેલ બાદબાકીની બહોર.
પરિજનોના અવિરત વરસતા પ્રેમને સમજવા બેઠો છું,
સંબનધોના હર તાણાવાણાને ક્યાંક જકડી રાખવા બેઠો છું.
મિત્રોની હર મૈત્રી ને પ્રિયતમાની મીઠી મુસ્કાન,
દિલમાં એક અજોડ અજબ ધરબાયેલી ખુશીઓની અખૂટ દાસ્તાન.
મોટું નથી થાવું હું તો હમ્મેશા મળેલ સાથ ટકાવવા માંગુ છું,
માણસ તરીકે બસ માણસ જ બનવા માંગુ છું.
સંઘર્ષના સથવારે ઈશ્વરની દેણ છે,
માણસ નામે તો હવે સંવેદનાની શેર છે.
ગયા વર્ષોની ભૂલો નહાવા બેઠો છું,
માણસ તરીકે ભાવેશ માણસ થવા બેઠો છું.
