STORYMIRROR

BHAVESH BAMBHANIYA

Romance Others

4  

BHAVESH BAMBHANIYA

Romance Others

તપાસી જોજો

તપાસી જોજો

1 min
319

હથેળી પરની એક એક રેખાઓ સમય મળે તપાસી જોજો, 

નયનોમાં વહેતા પ્રેમના પ્રવાહને કદીક તપાસી જોજો. 


જોયા છે તમને મેં પુરાણું બહુ વારે વાર ઘૂંટતા, 

બે ઘડીક ક્વચિત વર્તમાન અને ભવિષ્ય પણ તપાસી જોજો. 


વ્યવહાર આપનો વિચિત્ર છે જાણું છું, 

છતાંય કહું છું થોડાક ક્યારેક ખુદમાં તપાસી જોજો. 


નથી ગમતું કોઈનેય દુનિયામાં ઘણું બધું તોએ રહે છે, 

વિસારી વિભેદી વાતોને ગમતા થોડા થઈ જોજો. 


શોધતા નહીં ખામીઓ જ કેવળ મુજમાં, 

અંતર ખૂબ વિશાળ છે કલાઓનેય કોઈ વાર તપાસી જોજો. 


સમજો તો અગ્ર દેખાવે પણ ભલે રૂડા લાગો છો તમે, 

કટુ કંઈક થોડુંય ઉતારતા કોક દિ અંતર શણગારી જોજો.


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍

Similar gujarati poem from Romance