STORYMIRROR

Kiranjogidas Oghani

Romance

3  

Kiranjogidas Oghani

Romance

સંબંધ સંબધ રમવાની મૌસમ આવી ચાલ

સંબંધ સંબધ રમવાની મૌસમ આવી ચાલ

1 min
13.6K


સંબંધ સંબંધ રમવાની 

મોસમ આવી ચાલ

જૂનું બધ્ધું ભૂલી જઈને 

કંઈક નવું રમીએ ચાલ

નવા નવા નિયમની સાથે 

નવી ઘોડી નવો દાવ,

મળવાની હજી વાર છે ઘણી

અત્યારે આઘો જા,

સીધું સીધું રમજે સાજન

કરતો ના ગોલમાલ

જૂનું બધ્ધું ભૂલી જઈને 

કંઈક નવું રમીએ ચાલ

ત્યારે બંધાયા'તા લૂગડાની ગાંઠે

આજ હૈયેથી હૈયા કોરાણા,

ઉરને આંગણીયે ને પ્રેમને ચંદરવે

સપનાના માંડવ રોપાણા

આજ પ્હેર્યુ ઘરચોળું મેં કુંવારી લાગણીનું

તું પણ અંગરખું અચરજનું પહેરી લે ચાલ

જૂનું બધ્ધું ભૂલી જઈને 

કંઈક નવું રમીએ ચાલ

સંબંધ સંબંધ રમવાની 

મોસમ આવી ચાલ

જૂનું બધ્ધું ભૂલી જઈને 

કંઈક નવું રમીએ ચાલ


Rate this content
Log in

Similar gujarati poem from Romance