STORYMIRROR

Kiranjogidas Oghani

Others

4  

Kiranjogidas Oghani

Others

મિજાજની મોસમ

મિજાજની મોસમ

1 min
25.7K


માનવીને મન મિજાજ એની મોસમ
ખુદની મરજીથી એ વરસે ને તરસે
એના મનને છાજે એવુ જ એ કરશે

ધોધમાર વરસાદે રહી જાય કોરો
તો ક્યારેક રણમાં ભીંજાય
ક્યારેક તો સાવ ખાલી કટોરો
તો ક્યારેક ચોમેર છલકાય
ખુદનો વરસાદ ને ખુદની છત્રી
હૈયામાં લઈને એ ફરશે..

પછી એના મનને છાજે એવું જ એ કરશે
ન આવે વરસાદ તો મારે મેણાં
ને આવે તો અઢળક ફરિયાદ
કુદરત જોડે આ કેવાં લેણા
કઈ પણ કરે ના મળે એને દાદ
સાંબેલાધાર તોય રે'તો કોરો
પછી ઝાંઝવાને આંખોમાં ભરશે
એના મનને છાજે એવું જ એ કરશે

સૌની પાસે છે ખુદની મોસમ
ખુદનું છે આગવું ચોમાસું
મનમાં લઈ ફરતો સૂકો દુકાળ
તો કદી આંખોમાં ચોધાર આંસુ
છલકે કદી જો એવો ચોગમ
ને ભીતર એ વેદના સંઘરશે
હા, એનાં મનને છાજે એવું જ એ કરશે

માનવીને મન મિજાજ એની મોસમ
ખુદની મરજીથી એ વરસે ને તરસે
બસ એના મનને છાજે એવું જ એ કરશે


Rate this content
Log in