Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiranjogidas Oghani

Inspirational Others

3  

Kiranjogidas Oghani

Inspirational Others

ઓળખી મને

ઓળખી મને

1 min
13.9K


ઓળખી મને ! હું વનિતા!

હું જ અહલ્યા,હું જ સીતા

કદી દ્રોપદી,ઉર્મિલા રુપે

યુગોથી વહેતી ભાવ સરિતા


ભાવ એટલે લાગણી

ભાવ એટલે કિંમત

પુરુષ નક્કી કરતો મારી

કાયરતા ને હિંમત

કદી કરી દે નિહાલ પ્રેમથી

કદી જીવનભર દુ:ખની ચિતા...

હું જ અહલ્યા હું જ સીતા


જવાબદારી છુ કદી

કદી ત્યાગ,સમર્પણ

કોઈ પણ નામે કરતી

જીવન આખુ અર્પણ

સંસ્કારો ઓઢીને જીવતી

કદી હસતાં,કદી બીતાં બીતાં

હું જ અહલ્યા હું જ સીતા


રામ બનીને તરછોડી

પાંડવો સાથે થઈ કોડી

ગૌતમ થઈ પત્થર બનાવી

ભીષ્મ રૂપ લઈને વખોડી

કદી લડી છું સ્વમાન કાજે

કદી જીવી આંસુ પીતા

હું જ અહલ્યા હું જ સીતા


ના ભૂલી શ હું શક્તિ છુ

દિનરાતની તારી આશક્તિ છુ

હું સર્જક તારા અસ્તિત્વની

તું પુરૂષ હું પ્રકૃતિ છુ

મુજ વિના ના ઉદ્ધાર તારો

હું જ કૃષ્ણની ભાગવત ગીતા

હું જ અહલ્યા હું જ સીતા


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational