STORYMIRROR

Kiranjogidas Oghani

Inspirational Classics

3  

Kiranjogidas Oghani

Inspirational Classics

ઈચ્છાનો એકતારો

ઈચ્છાનો એકતારો

1 min
27.2K


ઈચ્છાનો એકતારો લઈ,

સૌ ફરતાં થઈ અધીરાં,

શ્યામ નામે નગર શોધે;

સુખનું નામ અહીં મીરાં.

ઝાંઝવાની ઓસરીએ,

ઉગે સપનાં કોરાં,

રણના હાથે રાણો.

મોકલાવે ઝેર કટોરા,

પગમાં ભ્રમણાં ભારોભાર.

ને હાથ કડતાલ મંજીરા.

શ્યામ નામે નગર શોધે,

સુખનું નામ અહીં મીરાં.

મનના આ મેવાડ મહીં,

મુંઝવણ નામે રાણો,

સમયના સરવરમાં ફેંક્યા.

દિવસો જાણી પાણો,

સંપત્તિના ઢગ વચારે.

જીવતાં થઈ ફકીરાં,

શ્યામ નામે નગર શોધે. 

સુખનું નામ અહીં મીરાં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational