STORYMIRROR

Kiranjogidas Oghani

Inspirational

4  

Kiranjogidas Oghani

Inspirational

સ્ત્રી હોવું એટલે શું?

સ્ત્રી હોવું એટલે શું?

1 min
28.2K


સ્ત્રી હોવું એટલે શું, તને એ ખબર ખરી?

શું ખોવું ને શું પામું, તને એ ખબર ખરી?


તારું જ નામ હોય બધે મોખરે સદા

બેનામ હું જીવું છું, તને એ ખબર ખરી?


ક્યાં નીકળી શકે કદી તારાથી બ્હાર તું?

પરકાજ જીવવું શું, તને એ ખબર ખરી?


તારી રમત અને વળી તારી જ જીત રૈ;

હારી અને રમું હું, તને એ ખબર ખરી?


તારા જ નામની જલે છે જ્યોત ચોતરફ

સળગું છતાં ન પ્રગટું, તને એ ખબર ખરી?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational