STORYMIRROR

Kiranjogidas Oghani

Romance

3  

Kiranjogidas Oghani

Romance

સાત ડગનો સેતુ

સાત ડગનો સેતુ

1 min
26.8K


એકમેકમાં ઓગળી જઈને 

જીવન કરીએ વહેતું

હસતા હસતા પાર કરીએ 

આ સાત ડગનો સેતુ

ઉંમર કેરો અવસર ઉમળકે ઉજવશું

થોડું થોડું તું સંભાળે થોડું થોડું તું

હું સાચવુ તને ને મને સાચવે તું

એકમેકની સાર સંભાળે જીવતર વિતાવશું

ઉંમર કેરો અવસર ઉમળકે ઉજવશું

ભેળા મળીને કરીએ ચાલ સપનાના વાવેતર

નીરાંતે લણશું પછી એ લાગણીઓના ખેતર

સ્પંદનોથી સીંચુ તને ને મને સીંચજે તું

ઉંમર કેરો અવસર ઉમળકે ઉજવશું

અંતરના આંગણીયે બાંધશું સમજણ કેરો ઝૂલો

એકબીજાને આપશું સ્નેહના બારમાસી ફૂલો

હરપળ હરક્ષણ આપણે વસંત જેમ ખીલવશું

ઉંમર કેરો અવસર ઉમળકે ઉજવશું


Rate this content
Log in

Similar gujarati poem from Romance