STORYMIRROR

BHAVESH BAMBHANIYA

Inspirational

4  

BHAVESH BAMBHANIYA

Inspirational

અતૂટ મૈત્રી

અતૂટ મૈત્રી

1 min
373

ધબકતા ધબકારે કંઈક સ્વર પડઘાય છે, 

શ્વાસોના સથવારે મૈત્રીની ફોરમ ચોમેળ પથરાય છે. 


નહિવત હર સાદ ક્યાંક જાણ્યો જણાય છે, 

ઊર્મિની ભરતીમાં મિત્રતા જ મહેકાય છે. 


નહોતાં જોડાણ ક્યાંય વાનના કે સાનના કદાપિ, 

અતૂટ દોસ્તીની આજ ગાઢ ગાંઠમાં અદ્વૈત લાગણી દેખાય છે. 


ન હતાં સંબંધ કદી ખાનના કે પાનના અતિફે, 

મૈત્રીની દોર પર આજ અવિરત સ્નેહ લહેરાય છે. 


મંડાણા હતા ક્વચિત દોસ્તીના પાયા સાદા મન પટ્ટ પર, 

વહેતાં સમય સાથે લાગણીય જન્માઈ છે. 


ઊર્મિ સતત ધીમી ધારે વરસતી આ ભીતર માંહી, 

અતૂટ મૈત્રીની ચોમેળ સોડમ ભાવેશ અવિરત ફેલાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational