ચાલને રમવા જઈએ
ચાલને રમવા જઈએ
ચાલને રમવા જઈએ ભેરુ હાલને રમવા જઈએ રે,
મીઠી માટીની મહેક આવે ભાઈ ચાલને રમવા જઈએ રે.
રૂડા લંગોઠિયા ભેરુ ભેળા ભાઈ હાલને રમવા જઈએ રે,
ગુંજન ગામતરાં કરતાં ભાઈબંધ હાલને રમવા જઈએ રે.
તડકા છાંયા સંગ આભે રે ઘુમવા,
મિત્ર મેઘા સંગ વાતો રે કરવા.
મસ્તી મજાકમાં હાથ તાળી દઈને રમતાં,
તોફાનોની ધૂમ મચાવવા ચાલને યારીયા જઈએ રે.
જાડવા સંગાથે મોજ મજા કરવા ચાલને ભાઈબંદ જઈએ રે,
પંખીઓની હારે ભમવા ચાલને ભેરુ જઈએ રે.
ઝરણાં સહ સૌ સુખ દુઃખ વેંચવા ચાલને ભાઈલા જઈએ રે,
વન વનરાયના વાવડ ખેંચવા હાલને ભાઈબંધ જઈએ રે.
