STORYMIRROR

BHAVESH BAMBHANIYA

Tragedy

4  

BHAVESH BAMBHANIYA

Tragedy

પંખીઓ બાપડા સ્વર્ગસ્થ થયા

પંખીઓ બાપડા સ્વર્ગસ્થ થયા

1 min
167

પંખીઓ બાપડા સ્વર્ગસ્થ થયા, 

આવરદા સુંદર જીવી ગયા. 


સમયનો ટકોર કરી ગયા, 

જિંદગીની હરેક ક્ષણો વણી ગયા. 

ઘડિયારના વગર કાંટાએ પણ જીવતા હરપળ, 

સૂર્ય, ચંદ્રને મળી ગયા. 


કોઈક કલબલ ને ક્યાંક કોકિલના ભણકાર રહી ગયા, 

કેવળ અહીં હર ક્ષણ વીતેલા અણસાર બચી ગયા. 

અટૂલાની સંગત હર પળે નભાવતા, 

વાવાજોડા સંગ વ્યોમમાં મળી ગયા. 


સવારથી મીઠુંડા અવાજે મહેકતી, 

અવનીનાય ગાત્રો આજ મરી ગયા. 

કરે છે સાદ આજ હર બાળકો ને મોટાય તમને, 

મૂકીને આમ એકલાં અમને ક્યાં તમે સંતાય ગયા.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy